વોટર-આધાર કાર્ડ લિન્ક કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ થશેઃ ચૂંટણીપંચ
વોટર-આધાર કાર્ડ લિન્ક કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ થશેઃ ચૂંટણીપંચ
Blog Article
ભારતના ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું હતું કે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવશે અને આ કવાયત માટે UIDAI અને તેના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે.
ચૂંટણી પંચ (EC)એ મંગળવારે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા સચિવ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને UIDAIના CEO સાથે મતદાર કાર્ડ-આધાર કાર્ડને લિન્ક કરવાના મુદ્દા પર બેઠક યોજી હતી